« »

****હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો

0 votes, average: 0.00 out of 50 votes, average: 0.00 out of 50 votes, average: 0.00 out of 50 votes, average: 0.00 out of 50 votes, average: 0.00 out of 5
Loading...
Gujrati Poetry

હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો 

હું તો એના આંખોના કાજળ માં ખોવાણો

 

હું તો એના ગાલના ખંજન માં ખોવાણો 

હું તો એના ગુલાબી હોઠ થી અમૃત પીવાનો

 

હું તો એના મધઝરતા ટહુકામાં નાચવાનો 

હું તો એના નિત ઝરતા હૈયામાં ડૂબવાનો

 

હું તો એની રણઝણતી ચૂડી માં ખોવાણો

હું તો એના ઝાંઝર ના ઝણકાર માં ખોવાણો

 

પ્રેમ કર્યો છે મારા ગોરાંદે થી હુંતો તન મન થી એનો થવાનો

દુનિયા નો ડર નથી મને કિશન હુંતો મધદરિયે નાવ હંકારવાનો

 

પછી જોઈ લે છે આ જગત !!!!!!

પ્રેમ થી આ જગમાં  હું બધાને ઘેલું લગાડવાનો

 

” કિશન “

4 Comments

 1. neeraj guru says:

  અચ્છી રચના.

  • Kishan says:

   @neeraj guru, તમારો આભાર રચનાને કોમેન્ટ્સ કરવા બદલ જય શ્રી કૃષ્ણ …જય જય ગરવી ગુજરાત

 2. P4PoetryP4Praveen says:

  અને હૂં વાંચતા-વાંચતા તમારી કવિતા માં ખોવાણો…સારો પ્રયાસ છે પ્રેમ ને અભિવ્યક્ત કરવાનો કિશન ભાઈ… 🙂

Leave a Reply